ડેબરપાડા પ્રાથમિક શાળામાં આનંદ મેળો યોજાયો.

તારીખ :૧૦-૦૧-૨ ૦૨૪નાં દિને ડેબરપાડા પ્રાથમિક શાળામાં આનંદ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનું એસ.એમ.સી.ના અધ્યક્ષ દ્વારા દીપ પ્રાગટ્ય કરી આનંદ મેળાને ખુલ્લો મુકવામાં આવ્યો હતો.

જેમાં પાણી પૂરી, ગુલાબજાંબુ, ભેલ, ભજીયા, છાશ, ફ્રુટ સલાર્ડ, ખમણ જેવી ૨૨ જેટલી વાનગીઓના સ્ટોલ પર બાળકો દ્વારા વેચાણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દ્વારા બાળકોમાં નાણાંની લેવડદેવડ બાબતે કુશળતા  તેમજ સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકાર જેવી ગાણિતિક કૌશલ્યનો વિકાસ થાય એ હેતુસર આનંદ મેળાનું દર વર્ષે આયોજન કરવામાં આવે છે. બાળકોના વાલીઓ, બાળકો અને શિક્ષકોએ અવનવી વાનગીઓની મઝા માણી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા બદલ મુખ્ય શિક્ષક હસમુખભાઈ પટેલે તમામનો આભાર વ્યક્ત કર્યો હતો.