Khergam : ડેબરપાડા પ્રાથમિક શાળામાં સ્પોર્ટ્સ ડે ઉજવાયો.
ખેરગામ તાલુકાના ડેબરપાડા પ્રાથમિક શાળામાં તારીખ : ૧૭-૦૨-૨ ૦૨૪નાં દિને સ્પોર્ટ્સ ડે ઉજવાયો હતો. જેમાં ધોરણ ૧ થી ૮નાં બાળકોએ વિવિધ રમતોમાં ભાગ લીધો હતો. જેમાં ફુગ્ગા ફોડ, ૫૦મીટર દોડ, લંગડી દોડ, ડબ્બા ફોડ, દોરડાં ખેંચ, ચોકલેટ શોધ, રીંગણ પકડ, સુતળીમાં ગાંઠ પાડવી, સ્ટ્રો વડે બોલ ઊંચકવો, સોય દોરો, કોથળા કૂદ જેવી જુદીજુદી રમતોનો સમાવેશ થાય છે. જે બાળકોના સર્વાંગી વિકાસ માટે એક અગત્યનો ભાગ ગણાય છે. જેના દ્વારા બાળકોમાં શરીરની કવાયત સાથે સાથે સમૂહભાવના ગુણનીય વિકાસ થાય છે. પ્રથમ ક્રમાંક મેળવેલ વિદ્યાર્થીઓને ઇનામ દ્વારા પ્રોત્સાહીત કરવામાં આવ્યા હતા. તેમજ શિક્ષકો દ્વારા બાળકોને અભિનંદન પાઠવી બાળકોને રમત સ્પર્ધામાં આગળ વધવા શુભેચ્છાઓ પાઠવી હતી.
0 Comments