Advertisement

Responsive Advertisement

ડેબરપાડા પ્રાથમિક શાળાનાં શિક્ષકને સૌપ્રથમ રક્તદાન કરવા માટે જીવનમાં બનેલ પ્રસંગમાંથી પ્રેરણા મળી.

  

ડેબરપાડા પ્રાથમિક શાળાનાં શિક્ષકને સૌપ્રથમ રક્તદાન કરવા માટે જીવનમાં બનેલ એક ધટના દ્વારા પ્રેરણા મળી.

જીવનમાં ક્યારેક કોઈક પ્રસંગ જીવનમાં બોધપાઠ આપી જાય છે. આવું જ બન્યું હતું, ડેબરપાડા પ્રાથમિક શાળાના શિક્ષકશ્રી દિગ્વિજયસિંહ પરમારના જીવનમાં. 

તેમને ત્યારેજ રક્તદાનનું મહત્વ સમજાયું જ્યારે રક્તની  તેમના અંગત કુટુંબીજનો માટે  જરૂર પડી હતી. તે સમયે તેમને પણ કોઈક રક્તદાતાએ કરેલા રક્તદાન દ્વારા  બ્લડ મેળવી શક્યા હતા. આ પ્રસંગ તેમના જીવનમાં રક્તદાન કરવા પાછળ ટર્નિગ પોઈન્ટ બન્યો.

 તેમણે તારીખઃ ૨૮/૦૧/૨૦૨૪, રવિવાર ના રોજ પ્રજાપિતા બ્રહ્માકુમારીઝ વલસાડનાં ઉપક્રમે યોજાયેલા  રક્તદાન કેમ્પમાં  રક્તદાન કર્યું હતું. જે તેમના જીવનનો પ્રથમ પ્રસંગ હતો.તેમણે ટેલિફોનીક વાતચીત દરમ્યાન જણાવ્યું હતું કે, "જ્યારે પોતાની જરૂરીયાત વખતે કોઈક રક્તદાતા દ્વારા કરેલ બ્લડનો ઉપયોગ કરી હું આપ્તજનને બચાવી શક્યો છું. તો મારી પણ સમાજ પ્રત્યે ફરજ બને છે કે મને જે મળ્યું તે મારે પણ આપવું જોઈએ." હવે પછી તેઓ પોતાનું શરીર સાથ આપશે ત્યાં સુધી દર વર્ષે યોજાતા કોઈ પણ રક્તદાન કેમ્પમાં હાજર રહી રક્તદાન કરશે તેવી વાત કહી હતી. 

સમાજમાં એવા રક્તદાતાઓ પણ છે કે જેમણે તેમની ઉંમર કરતાં ડબલ રક્તદાન કર્યાના સમાચાર આપણને સોશિયલ મીડિયા દ્વારા અવારનવાર જાણવા મળે છે. સમાજ પણ આજે રક્તદાતાઓની કદર સ્વરૂપે તેમનું સન્માન કરી વધુ પ્રોત્સાહન આપવા પ્રયત્ન કરે છે. જે તેમના માટે પ્રેરકબળ પૂરું પાડે છે.

Post a Comment

0 Comments